અમરેલી: તારીખ 07 સપ્ટેમ્બર, 2026, સોમવારના રોજ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલીત કે. કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે બી. કોમ. તથા બી. બી. એ. સેમ. 05માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન માટે સરકાર શ્રી દ્વારા પ્રાયોજિત અને કે. સી. જી. દ્વારા સંચાલિત ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામનો પ્રારંભ થયો છે. જેના શુભારંભ પ્રસંગે કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા તથા ફિનિશિંગ સ્કૂલના કો-ઓર્ડીનેટર ડૉ. એ. બી. ગોરવાડીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી. વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવા માટે ડો. મિલીબેન જેઠવાણી ઉપસ્થિત રહ્યાં હતા. ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડૉ. એ. બી. ગોરવાડીયાએ ટ્રેઈનર ડો. મિલીબેન જેઠવાણીનો પરિચય આપ્યો હતો તથા આ કોર્સની મહત્તા વિશે જણાવ્યું હતું. આ કોર્સમાં કુલ 50 વિદ્યાર્થીઓ જોડાયા છે. આ પ્રશિક્ષણ વર્ગ આશરે 20 દિવસ ચાલશે. આ ટ્રેનિંગ સેશનના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી શ્રી ચતુરભાઈ ખુંટ તેમજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીનીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.
I


















Recent Comments