ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના
જિલ્લામાં બનતાં મિલ્કત સબંધીત બનાવમાં ત્વરિતપણે પગલાં લઇ મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં ’તેરા તુજકો અર્પણ’
કાર્યક્રમ સાર્થક કરવાં સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ
અધિક્ષક શ્રી જયવિર ગઢવી સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગના
માર્ગદર્શન આપેલ હોય,
અરજદાર શ્રી પ્રતાપભાઇ ભીખાભાઇ કોટીલા રહે.જુની બારપટોળી તા.રાજુલા જી.અમરેલી વાળાનાઓએ
રાજુલા પો.સ્ટે. આવી પો.ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરાનાઓને રૂબરૂ રજુઆત કરેલ કે ‘આજથી આશરે પાચેક મહીના પહેલા મારે
સોનાના ઘરેણાનુ કામ હોય જેથી મારા ઘરની તીજોરી ખોલી જોતા જેમા અલગ અલગ ઘરેણાઓમાથી એક ચાર તોલાનો સોનાનો
પંજો તથા બે તોલાનુ મંગળસુત્ર તથા ડોઢ તોલાનો ચેન તથા બે તોલાનો ચાંદલો તથા પીનુ જોવામા આવેલ નહી અને આ બાબતે મે
મારી પત્ની પુછેલ કે આ સોનાના ઘરેણા કયા છે તો મારી પત્ની એ જણાવેલ કે આજથી એક વર્ષ પહેલા મે આ ઘરેણા આપડી ઘરે
દુધ લેવા આવતા આપડા પડોશમા રહેતી અલગ અલગ મહીલાઓને આપી દીધેલ છે. જેથી મે આ પડોશીનો સંપર્ક કરી અને ઘરેણા
બાબતે પુછતા પડોશીએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને મને મારા ઘરેણા પરત કરેલ નથી અને મારા પત્નીને માનસીક
બીમારી હોય અને તેની સારવાર શરૂ છે, અને તેને ભુલી જવાની ટેવ હોય જેની લાભ લઇ અને આ મારા પડોશીએ
મારી પત્નીને વાતોમા ફોસલાવી ઘરેણા મેળવી લીધેલ છે. જે બાબતની રાજુઆત કરેલ
સદરહુ બનાવને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા સાહેબએ
રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમને જરૂરી સુચના આપી અને અરજદારશ્રીને રજુઆત યોગ્ય છે કે કેમ જે
અંગે તપાસ કરી અને અરજદારશ્રીની યોગ્ય રજુઆત હોય તો તેઓના ઘરેણા તાત્કાલીક પરત અપાવવા
કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા જુની બારપટોળી ગામે જઇ અને તપાસ
કરતા હ્યુમન સોર્સી આધારે સદરહુ બાબતે તપાસ કરેલ અને સદરહુ અરજદારશ્રી સાથે આવો બનાવ બનેલ
છે જે અંગેની હકીકત જાણવા મળેલ
જેથી અરજદારશ્રીના પત્નીને માનસીક બીમારી હોય જેનો લાભ લઇ અને પડોશીએ જે
ઘરેણા મેળવી લીધા તેઓને રાજુલા પો.સ્ટે. ખાતે બોલાવી અને યુક્તિ પ્રયુક્તિ પુછપરછ કરતા તેઓની
પાસે ઉપરોકત જણાવેલ ઘરેણા હોય જેવી હકીકત જણાવેલ જે ઘરેણા પાછા મેળવવા તજવીજ કરવામા
આવેલ અને ઉપરોકત ઘરેણામાથી ચાર તોલાનો સોનાનો પંજો તથા બે તોલાનુ મંગળસુત્ર તથા ડોઢ તોલાનો ચેન પરત
આપેલ તેમજ બાકી રહેલ બે તોલાનો ચાંદલો તથા પીનુ ત્રણ લાખ રૂપીયામા વેચી નાખેલ હોય જેથી સદરહુ રૂપીયા
પરત મેળવેલ અને સદરહુ મુદામાલ અરજદારશ્રીને પરત મળે તે અંગેની જરૂરી કાર્યવાહી કરવામા આવેલ
રાજુલા પો.સ્ટે. પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરાનાઓ દ્રારા અરજદારશ્રીની
રજુઆતને સંવેદનશીલતાથી લઇ અને અરજદારશ્રીને ચાર તોલાનો સોનાનો પંજો તથા બે તોલાનુ મંગળસુત્ર તથા ડોઢ
તોલાનો ચેન તથા બે તોલાનો ચાંદલો તથા પીનુ જે અરજદારશ્રીને પત્ની માનસિક બીમારીનો લાભ લઇ અને ઘરેણા તેના પડોશી
દ્વારા મેળવી લીધેલ હતા જે ઘરેણા તેઓ પાસેથી પરત મેળવી અને તેની ખરાઇ કરી જેમા ચાર તોલાનો સોનાનો પંજો તથા બે
તોલાનુ મંગળસુત્ર તથા ડોઢ તોલાનો ચેન તેમજ બે તોલાનો ચાંદલો તથા પીનુ જે રૂપીયા ત્રણ લાખમા વેચી નાખેલ હોય જે રૂપીય
ત્રણ લાખ એમ મળી અંદાજે કુલ રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- નો મુદામાલ અરજદારશ્રીને સરકારશ્રીના તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત
અરજદારશ્રીને પરત કરી અને ’’તેરા તુજકો અર્પણ’’ સુત્રને સાર્થક કરેલ જે બાબતનો અરજદારશ્રીએ પો.ઇન્સ. સાહેબ તાથ રાજુલા
પોલીસ સ્ટેશન સ્ટાફનો તથા અમરેલી જીલ્લા પોલીસનો આભાર માનેલ
.
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા
પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના ઇન્ચાર્જ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેઙ.કોન્સ મનુભાઇ રામભાઇ
માંગાણી, હરેશભાઇ ભાયાભાઇ વાળા, સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ
બારૈયા, રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા બીટ ઇન્ચાર્જ હેઙ.કોન્સ ગોવિદંભાઇ જશાભાઇ કાતરીયા નાઓ
દ્રારા કરવામાં આવેલ છે.



















Recent Comments