fbpx
ગુજરાત

કચ્છના રાપરમાં ૧૫ વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શાળાની મહિલા આચાર્યના ત્રાસથી ૧૫ વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપકચ્છના રાપરમાં ૧૫ વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી ૧૫ વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો પણ નોંધાયો છે.ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ ૧૭મીએ સવારે ૧૦ઃ૩૦થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.

સગીરાએ પોતે સ્યુસાઇડ નોટમાં આ વાત લખી છે. ૧૫ વર્ષીય સગીરાની આત્મહત્યાના ચાર દિવસ પછી કુટુંબીજનોને સ્યુસાઇડ નોટ મળી છે. મૃતકના કુટુંબીજનોએ સગીરાની સ્યુસાઇડ નોટ પોલીસને સોંપી છે. પોલીસે સગીરાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને જામનગર મોકલ્યો છે. દરમ્યાન પરિવારજનોને આ વિદ્યાર્થિનીની નોટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે. તે મને હંમેશાં ટોર્ચર કરતાં. ઘડી-ઘડી સંભળાવતા અને મને હાથ દેખાડતા, પાસ નકામી કરી. હું આ બધું સહન નહીં કરી શકું એટલે મેં આ પગલું ભર્યું હોવાનું લખાણ સામે આવ્યું હતું, વિશ્વાના પિતા સવજી ગાભાભાઇ પરમાર સ્યૂસાઇડ નોટ લઇને ભીમાસર પોલીસ મથકે પહોંચ્યા હતા. ભચાઉ પ્રાંત સહિતની હાજરીમાં કિશોરીની મૃતદેહ બહાર કાઢવામાં આવ્યૂ હતું અને ફોરેન્સિક પી.એમ. માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી.

Follow Me:

Related Posts