ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું છે.ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. બેફિકરાઈથી ચલાવાતા એક થ્રી-વ્હીલ છકડાએ એક બાળકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર વર્ષના અનિરુદ્ધ ભમ્મરનું મોત નીપજ્યું હતું.બાળકનું અકસ્માતમાં મોત થતાં તેના પરિવારમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે. પરિવારજનો અને ગ્રામજનોમાં બેફામ છકડો ચલાવનાર ચાલક સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટનાની જાણ થતાં જ છકડા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના જેસરના બીલા ગામે છકડાની અડફેટે 4 વર્ષના માસૂમનું કરૂણ મોત



















Recent Comments