મોહાલીમાં ૬ માળની ઈમારત ધરાશાયી
પંજાબના મોહાલીમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જિમ હતું. ચાર લોકો કાટમાળ નીચે દટાયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીકની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યું હતું, જેમાં ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઈમારત ધરાશાયી થઈ છે.કહેવામાં આવી રહ્યું છે કે મોહાલીના સોહના વિસ્તારમાં બહુમાળી ઈમારત પડી છે. શરૂઆતમાં તેની અંદર કેટલા લોકો દટાયા હતા તે જાણી શકાયું નથી, પરંતુ વહીવટીતંત્રે આશંકા વ્યક્ત કરી હતી કે તેની અંદર કેટલા લોકો દટાયેલા હોઈ શકે છે.
દુર્ઘટના સ્થળનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જેસીબી મશીનો સ્થળ પર જાેવા મળી રહ્યા છે અને કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજુબાજુ ઘણી ભીડ એકઠી થઈ ગઈ છે. મોહાલીના એસએસપી દીપક પારીકે કહ્યું કે, ઈમારત ધરાશાયી થવાના સમાચાર મળ્યા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો દટાયા છે. કારણ કે ઓપરેશન સતત ચાલુ છે. એનડીઆરએફની ટીમ, જેસીબી મશીન અને અમારી ટીમ રોકાયેલ છે. લોકો પણ સહકાર આપી રહ્યા છે. જાે કોઈ અંદર ફસાયું હશે તો તેને બહાર કાઢવામાં આવશે. ટૂંક સમયમાં કાટમાળ હટાવાશે. બિલ્ડિંગ ધરાશાયી થવાનું ટેકનિકલ કારણ હવે પછી જાણી શકાશે. મીડિયા અહેવાલ અનુસાર, જ્યારે નજીકમાં એક ભોંયરું ખોદવામાં આવી રહ્યું હતું ત્યારે ઇમારત તૂટી પડી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.આ ઘટના સમયે કેટલાક યુવકો જીમમાં હોવાની માહિતી સામે આવી રહી છે.
Recent Comments