એક ૬ વર્ષના બાળકનું કારની એરબેગના કારણે મોત
કાર અથડાતા અચાનક એરબેગ ખુલી જતા બાળકને ઝટકો, પછી થયું મોત હવે બાળકને કારમાં આગળ બેસાડવા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે નવી મુંબઈના વાશીમાં એક ૬ વર્ષના બાળકનું કારની એરબેગના કારણે મોત થઈ ગયું. કાર દુર્ઘટનાના કારણે અચાનક એરબેગ ખુલી ગઈ અને ઝટકો લાગવાથી બાળકનું મોત થયું હોવાનું કહેવાય છે. ત્યારબાદ હવે બાળકને કારમાં આગળ બેસાડવા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે. બનાવની વિગત કઈક એવી છે કે માવજી અરોઠિયા મંગળવારે રાતે બાળકોને પાણીપુરી ખવડાવવા માટે લઈ જઈ રહ્યા હતા. જેમાં હર્ષ પણ સામેલ હતો. હર્ષ ડ્રાઈવર સીટની બાજુવાળી સીટ પર બેઠો હતો. રાતે લગભગ ૧૧.૩૦ વાગે વાશીના સેક્ટર ૨૮માં બ્લ્યુ ડાયમંડ હોટલ જંકશન પાસે હતા. તેમની કારની આગળ એક જીેંફ કાર ચાલતી હતી. પૂર પાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક ડિવાઈડર સાથે ભટકાઈ. પાછળ આવી રહેલી વેગનાર કાર કે જેમાં હર્ષ બેઠો હતો તેનું બોનેટ એસયુવી સાથે અથડાયું.
ઝટકો લાગતા જ અચાનક એરબેગ ખુલી ગઈ અને હર્ષ ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટરે કહ્યું કે હર્ષના શરીર પર કોઈ ઈજાના નિશાન નહતા, પરંતુ તેનું મોત પોલીટ્રોમા શોકના કારણે થયું છે. પોલીટ્રોમા શરીરમાં એકથી વધુ જગ્યાએ લાગેલી આંતરિક ઈજાને કહે છે. ઈન્ટરનલ ઈન્જરીના કરાણે હર્ષના બોડીમાં અંદર લોહી વહેતુ રહ્યું અને હર્ષનું મોત થયું. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હાલ તો એસયુવી ચલાવતા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પોલીસનું કહેવું છે કે તપાસ પૂરી થયા બાદ સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. અકસ્માતમાં માવજીભાઈ અને હર્ષના ભાઈ બહેનોને પણ સામાન્ય ઈજા થઈ છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (છછઁ)ના જણાવ્યાં મુજબ ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકોએ હંમેશા પાછલી સીટ પર બેસવું જાેઈએ. દુર્ઘટના થાય તે સ્થિતિમાં પાછળની સીટ આગળની સીટની સરખામણીમાં ૭૦ ટકા વધુ સેફ હોય છે. આ ઉપરાંત બાળકને ક્યારેય ફ્રન્ટ એરબેગવાળી સીટ પર બેસાડવો જાેઈએ નહીં. ફ્રન્ટ એરબેગ એડલ્ટ વ્યક્તિ પ્રમાણે ડિઝાઈન કરાય છે. અચાનક ખુલી જાય તો બાળકને ગંભીર ઈજા થઈ શકે છે કે દમ ઘૂટી શકે છે. એક્સપર્ટે જણાવ્યું કે લોકોએ કારમાં ચાઈલ્ટ સીટ જરૂર લગાવવી જાેઈએ. ચાઈલ્ડ સીટ વગર બાળકોને લઈને ટ્રાવેલ કરવું હિતાવહ નથી. ચાઈલ્ટ સીટથી દુર્ઘટનાની સ્થિતિમાં બાળકને વધારાની સુરક્ષા મળે છે.
Recent Comments