ગુજરાત

ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરી

ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ પોલીસના સકંજામાં આવ્યો નથી. જાે કે અત્યાર સુધી ખ્યાતિ કેસમાં અત્યાર સુધી ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક કોઠારી વિદેશમાં હોય તેવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. રાજશ્રી કોઠારીની પુછ પરછમાં વધુ ખુલાસા થશે.

કેમ ખ્યાતિ હોસ્પિટલ ગ્રામ્ય વિસ્તારોમાં જ કરવામાં આવતા હતા. તે અંગે પણ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. તેમજ ફરાર આરોપી કાર્તિક કોઠારીને પણ પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ આરોપી રાજશ્રી કોઠારીએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હોસ્પિટલની ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત કરી. કરવામાં આવી હતી. આગોતરા જામીન મળે તો તપાસમાં પૂર્ણ સહકાર આપવાની કોર્ટને ખાતરી આપી હતી. સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરાયો હતો. રાજશ્રી કોઠારી ઉપર ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય કેસમાં આગોતરા જામીનની માંગ કરવામાં આવી હતી.

Related Posts