માનવસેવા દ્વારા પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરનારા પ્રખર માનવતાવાદી, શિવયોગી, વિરલ સંત વિભૂતિ પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા દર્દીનારાયણની તદ્દન નિઃશુલ્કરૂપે માનવસેવા આરોગ્ય સારવાર કરવાનાં શુભ હેતુથી ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે પ્રસ્થાપિત માનવસેવા હોસ્પિટલ નાં દર્દીનારાયણના લાભાર્થે પૂજ્યપાદ સ્વામીજી દ્વારા પ્રસ્થાપિત બગસરા મુકામે નિર્મિત સેવા સંન્યાસ આશ્રમના પવિત્ર પટાંગણમાં મૃત્યુંજયેશ્વર મહાદેવ અને સદ્દગુરૂદેવની પાવન અનુકંપાથી પૂજ્યપાદ સ્વામીજીનાં કૃપાપાત્ર સદ્દશિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને તેઓશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દીપ-પ્રાગટ્ય અને મંત્રોચ્ચાર સાથે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્વામીજી એ પોતાના પ્રવચનમાં માનવસેવા, પરોપકારમય જીવન અને મૃત્યુંજયેશ્વર મહાદેવનાં માહાત્મ્ય ભક્તિ વિશે પ્રકાશ પાડ્યો હતો આ પ્રંસગે આયોજિત રક્તદાન કેમ્પમાં 125 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ 825 જેટલા સત્સંગીજનો એ સત્સંગ પ્રવચન તેમજ સમૂહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પૂજ્યપાદ સદ્ગુરુ ભગવાન અને મહાદેવની કૃપાથી આવા સુંદર આયોજનો પુનઃ પુનઃ થતાં રહે એવી અભિલાષા બગસરા આશ્રમનાં સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવી હતી.
બગસરા મુકામે સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી સેવા સંન્યાસ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પ અને સત્સંગ સમારોહ યોજાયો

Recent Comments