સુરત ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ પ્રકાશિત અને મહેશ પઢારિયા લિખિત પુસ્તક ‘ ભણે નરસૈંયો ‘ પુસ્તકનું આસ્વાદપર્વ યોજાઈ ગયું.શરૂઆત જે વિષય પર પુસ્તક છે એ ભજન ‘ વૈષ્ણવજન તો…’ એ ભજનનું ગાન પંક્તિ જસાણી તથા દષ્ટી બુટાણી કર્યું.
બાદમાં ઉત્કર્ષના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાઘવભાઈ ડાભીએ આવકાર, પરિચય સાથે ‘ભણે નરસૈંયો ‘ પુસ્તકના પ્રકાશન માટે આનંદ વ્યક્ત કરી ઉત્કર્ષના કાર્યનો આછો પરિચય આપ્યો.
પ્રસ્તુત પુસ્તકના લેખક મહેશ પઢારિયાએ પુસ્તકના ઉદ્દભવની વાત અને એમાં સહયોગી તમામ મિત્રોની સાભાર નોંધ લઈ ને ઉત્કર્ષના પ્રમુખ મુકેશભાઈ ધામેલિયાં, રાઘવભાઈ ડાભી તથા કિશોરભાઈ પરમાર અને પૂરી ટીમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો.
મુખ્ય મહેમાન ડૉ. વિરલ દેસાઈએ ગાંધીના જીવન સાથે આ ભજનને સાંકળી ને સરસ રીતે આ પુસ્તકનો ઉઘાડ કર્યો. આશાબેન ચૌધરીએ એક શિક્ષકથી આરંભી એક અધિકારી બનવાની પોતાની ગાથા રજૂ કરી એમાં આવા પુસ્તકોની શું ભૂમિકા રહી એની વિગત મૂકી.અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડૉ. હાજીભાઈ બાદીએ વેદ, ઉપનિષદની વિચારધારા કેવી રીતે આવા પદોમાં વહે છે એની વાત સાથે પ્રસ્તુત પુસ્તક ‘ ભણે નરસૈંયો ‘ માં એ વિચાર સરળ અને સહજ રીતે ઝીલાયો છે એની વાત કરી. કાર્યક્રમનું સફળ સંચાલન જીતુ મકવાણાએ કર્યું હતું.
અંતમાં આભારવિધિ.. રીટાબેન સુતરિયાએે કરી.
કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ અલ્પાહાર સાથે કાર્યક્રમની સફળતાની મધુર યાદો વાગોળતા સૌ છુટા પડ્યા.
આ કાર્યક્રમની સફળતા માટે ઉત્કર્ષના મુકસેવકો ખડે પગે રહ્યા હતા.

















Recent Comments