ગુજરાત

મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો 12 થી 15 જેટલા લોકો ઘાયલ

મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા વરધરી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ પાસે બસનો અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે આઈસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઈવર સહિત બસમાં સવાર 12 થી 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને આજે અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર આઇસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતો. પરંતુ સદનસીદે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Related Posts