અમરેલી

સાવરકુંડલા કૃષ્ણ ગૌશાળામાં રતાંધળાથી પીડિત વાછરડીને સફળ સારવાર અપાઈ

સાવરકુંડલા શહેરમાં સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સેવાભાવી સંસ્થા કૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌમાતાની સેવામાં સતત પ્રયત્નશીલ રહેવામાં આવે છે. ગૌશાળામાં રહેતી દરેક ગાય તેમજ વાછરડીઓને નાની-મોટી બીમારીઓમાં તાત્કાલિક અને નિષ્ણાત સારવાર આપી તેમને સ્વસ્થ કરવામાં આવે છે.ગતરોજ સવારથી જ સાવરકુંડલા-નેસડી રોડ પર આવેલી કૃષ્ણ ગૌશાળામાં એક સાત દિવસની નાની વાછરડીને બંને આંખે દેખાતું ન હોવાની ગંભીર સમસ્યા જોવા મળી હતી.આ વાછરડીને તાત્કાલિક સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગૌશાળાના સેવાધારી બ્રિજેશભાઈ દાફડાએ પોતે પહોંચીને વાછરડીની આંખોની સારવાર હાથ ધરી હતી.

 બ્રિજેશભાઈ દાફડા દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક સારવાર વાછરડીની હાલતમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે અને આગામી થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને આંખે દેખાતી થઈ જશે તેવી આશા છે.કૃષ્ણ ગૌશાળા સતત ગૌસેવાના કાર્યોમાં અવિરત પ્રવૃત્ત રહીને નિઃસ્વાર્થ ભાવથી ગૌમાતાની સેવા કરી રહી છે. ગૌશાળાના આ પ્રકારના સેવા કાર્યોની  લોકો દ્વારા ખૂબ તારીફ આવી રહી છે.

Related Posts