અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા હામાપૂર ગામે કેન્સર જાગૃતિ સેમીનાર યોજાઈ ગયો.

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા બગસરા તાલુકાના હામાપૂર ગામે, એક કેન્સર જાગૃતિ સેમીનાર યોજાઈ ગયો આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ ના સહયોગથી,  સંસ્થા દ્વારા બગસરા તાલુકાના હામાપુર ગામે ભગીરથ મહિલા બચત મંડળ ની બહેનો  સાથે,સ્તન કેન્સર ની સાચી સમજ આપવા માટે એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ, તેમાં કેન્સર ના રોકથામ માટે શું કરી શકાય? સ્તન કેન્સર ના લક્ષણો કેવા હોય છે?  જો પ્રથમ તબક્કામાં ખ્યાલ આવી જાય તો સારવાર સરળતાથી કરી શકાય છે એ માટે માટે, આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ ના મિતા બેન જોશી અમરેલી  દ્રારા ચેક અપ કરી, દરેક બહેનો ને સ્થળ ઉપર જ સચોટ અને જરૂરી  માર્ગદર્શન આપેલ, પરીણામે બહેનો માં કેન્સર  અંગે નો ખોટો ભય દુર થાય છે. સાવધાની રાખવી જરૂરી છે, પણ ભયભીત થવાની જરૂર નથી તેવી  સમજ ઊભી કરવા માટે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા  છેલ્લા બે વર્ષથી   અનેક બહેનો ને કેન્સર જાગૃતિ અભિયાન થી સજ્જ કરવાની, ભગીરથ કામગીરી કરી રહેલ છે, તેમ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જયશ્રીબેન સાવલિયા ની યાદી માં જણાવ્યું છે ‌.

Related Posts