fbpx
ગુજરાત

સુરતના વાવમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર,લોકરક્ષકકેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હૃદયરોગનાહુમલાથી મૃત્યુ

સુરતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં વાવમાં એક ૩૬ વર્ષીય પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકકેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હૃદયરોગનાહુમલાથી મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસ, તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહનેપોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વાલિયા એસઆરપીફોર્સ ગ્રુપ-૧૦માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત ૩૬ વર્ષીય સંજય કુમાર રસિકભાઈગામિતેપોલીસ સબ ઇન્સ્પેક્ટરભરતી પરીક્ષા આપી હતી.

સવારે ૪ઃ૪૫ વાગ્યે પહેલી બેચમાં૫ કિમી દોડ દરમિયાન, ૧૨મા રાઉન્ડમાંદોડતી વખતે તે અચાનક બેભાન થઈને પડી ગયો, ત્યાં ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક સીપીઆર, ઓક્સિજન અને દવા આપીને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ જ્યારે તેમની હાલત ગંભીર બની ત્યારે તેમને સવારે ૫ઃ૦૫ વાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ખોલેવાડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સવારે ૫ઃ૩૦ વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવના રહેવાસી મૃતક સંજય કુમારના પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ પ્રક્રિયા માટે ઝ્રૐઝ્ર હોસ્પિટલ કામરેજ મોકલવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Follow Me:

Related Posts