ભાવનગર

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર વિભાગ ખાતે દાખલ થયેલ એક કરોડ આઠ લાખ બાસઠ હજાર બેસો છત્તાલીસ રૂપિયા ના સાયબર ફ્રોડનાના ગુન્હા બાબતે

સાયબર ક્રાઇમ પો.સ્ટે. ભાવનગર વિભાગ “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૯૨૫૦૦૦3/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૩૧૬(૨), ૩૧૯(૨), ૩૧૮(૪), ૫૪ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬(ડી) મુજબ મુજબનો ગુન્‍હો તા.૧૮/૦૬/૨૦૨૫ કલાક ૧૭/૦૦ વાગ્યે રજી. થયેલ છે.
આ કામે ફરીયાદી દિપેશભાઈ લાલજીભાઈ સોલંકી ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે. શેરી નં.૪ વર્ષા સોસાયટી રોડ, સુભાષનગર, તા.જી.ભાવનગર મો.નં.૭૦૯૬૯૪૯૪૯૪ નાઓ છે.
સદર ગુન્હામાં હકિકત એવી છે કે, આરોપીઓએ ફરીયાદીને ટેલીગ્રામ તથા વોટ્સએપથી સંપર્ક કરી બીટકોઇનમાં રોકાણ કરવાથી સારા પ્રોફિટની લાલચ આપી. આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઈને https://m.bitcoin-am.com વેબસાઇટમાં એકાઉન્ટ બનાવી, ફરીયાદીને શરૂઆતમાં રૂા ૩૨,૫૦૦ નો નફો આપી વિશ્વાસ કેળવી, વધુ નફાની લાલચ આપીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂા ૧,૦૮,૯૪,૭૪૬ ટ્રાન્સફર કરાવડાવી ફરીયાદી સાથે કુલ રૂા.૧,૦૮,૬૨,૨૪૬ (એક કરોડ આઠ લાખ બાસઠ હજાર બેસો છત્તાલીસ રૂપિયા) ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબત.
સદર ગુન્હાનાં કામે જગદીશકુમાર પરશોત્તમદાસ પટેલ ઉ.વ.૪૩ ધંધો.વેપાર રહે.ફ્લેટ નં.બી-૧૦૩, શીવમ આર્કેડ – ૨, હંસપુરા રીંગરોડ, બિઝનેસહબની સામે, નરોડા દહેગામ રોડ, અમદાવાદ મો.નં.૭૮૭૪૦૦૦૭૬૮, ૯૭૨૬૮૨૦૯૮૮ વાળાને સદર ગુન્હાના કામે તા.૦૧/૦૯/૨૦૨૫ કલાક ૧૯/૩૦ વાગ્યે અટક કરેલ છે જે આરોપીના નામદાર કોર્ટ દ્વારા દિન ૦૧ ના રીમાન્ડ મળેલ છે.
સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા સદર ગુન્હાની વધુ તપાસ ચાલુ છે.

Related Posts