સુરતમાં ૧૦૦ કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો કેસ નોધાયો
સુરતમાં ૧૦૦ કરોડતી વધુની રકમના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો કેસ સામે આવ્યો છે. દુબઈ ભાગેલા ડોક્ટર માટે લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યા છે. આરોપી વિદેશ વાનો કે આવવાનો પ્રયત્ન કરે તો પકડાશે. સુરતમાં ૧૦૦ કરોડતી વધુની રકમના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડનો કેસ સામે આવ્યો છે. દુબઈ ભાગેલા ડોક્ટર માટે લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યા છે. આરોપી વિદેશ જવાનો કે આવવાનો પ્રયત્ન કરે તો પકડાશે. આરોપી મકબૂલ અને તેનો પુત્ર કાસિફ અગાવ પકડાયા છે. માઝ અબ્દુલ રહીમ નાડાને પણ પોલીસે ઝડપ્યો છે. અમદાવાદઅને દુબઈમાં રહેતા મહેશ દેસાઈ માટે લૂકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. હવાલો પાડતા અમદાવાદની આંગડિયા પેઢીના સંચાલકની પૂછપરછ કરવામાં આવી છે. દેસાઈએ મોકલેલા ૮થી ૧૦ કરોડ રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરી આપ્યા છે.
સુરત પોલીસે આ કિસ્સામાં મોટું પગલું લીધું છે. દુબઈ ભાગેલા ડોક્ટર માટે લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યા છે. આરોપી હવે બંને દેશનાં કોઈ પણ એરપોર્ટ પરથી વિદેશ જવાનો કે વિદેશથી આવવાનો પ્રયાસ કરે તો પકડાય જશે. માઝ અબ્દુલ રહીમ નાડાને પણ ઝડપી પાડયો. અમદાવાદના અને હાલ દુબઇમાં મહેશ દેસાઈ માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયો છે. ૧૦૦ કરોડથી વધુના મકબુલ ડોક્ટરના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં સંડોવાયેલા ઉનપાટીયાના અલી જવેરીએ જામીન ઉપર મુક્ત થવા કરેલી અરજીના વિરોધમાં એસઓજી દ્વારા સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતું. આરોપી અલી જવેરીએ વકીલ નદીમ ચૌધરી મારફતે જામીન અરજી કરી છે. વધુ સુનાવણી સંભવતઃ આગામી ૨૬ નવેમ્બરે થશે. ઓગષ્ટ માસમાં સુરત એસઓજીએ આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ ઝડપી પાડ્યો હતો. આ કૌભાંડનો આંકડો ૧૦૦ કરોડથી વધુ જાય છે. એસઓજીએ સોનીફળિયા સિંધીવાડ ખાતે સફીયા મંઝીલમાં રહેતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર અને તેના દિકરા કાસીફ મકબુલ ડોક્ટર સહિતના આરોપીનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ડોક્ટર પિતા-પુત્રએ સહ આરોપીઓ સાથે મળી જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેઓની પાસેથી કરોડો રૂપિયા ઉસેટી નાણાં વિદેશમાં યુએસડીટી મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા.
Recent Comments