કુંઢેલી ખાતે શિક્ષણ માટે જમીન આપનાર ભૂમિ દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે વતનપ્રેમી દાતાઓ દ્વારા કીમતી જમીન મેળવીને સરકારી પ્રાથમિક શાળાને ભૂમિદાન કર્યું હતું. આ જમીન પર સરકારશ્રી દ્વારા પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ બન્યું છે.
સુરત સ્થિત શિક્ષણપ્રેમી દાતાઓ સર્વશ્રી ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી, કુરજીભાઈ મોહનભાઈ ગોટી, તુલસીભાઈ ભગવાનભાઈ ગોટી, પ્રેમજીભાઈ આંબાભાઈ ગોટી, ધીરુભાઈ ભીમજીભાઈ ગોટી, નથુભાઈ કાળાભાઈ ગોટી, બાલાભાઈ ખોડાભાઈ ગોટી, શામજીભાઈ માવજીભાઈ ગોટી, ત્રિકમભાઈ હીરાભાઈ ગોટી, પ્રેમજીભાઈ નાગજીભાઈ ગોટી, કાનજીભાઈ રત્નાભાઇ ગોટી, છગનભાઈ ગોપાભાઈ નાકરાણીનું ભૂમિદાતા તરીકે ગામજનો દ્વારા આભાર વ્યક્ત કરી ને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ ગામના ઠાકર દુવારા મંદિરમાં વિશેષ સહયોગ આપવા બદલ જાદવભાઈ ભિકડીયાનું ભગત પરિવાર તેમજ ગામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ગામમાં વિકાસ કાર્યો માટે સરપંચ ગાયત્રીબા મહેન્દ્રસિંહ રાણાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગામનું ગૌરવ હાર્દિક પી.સભાડિયા (ASI), TRP જયંતભાઈ જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જુનાગઢ થાણાપતિ પૂ સંત શ્રી લહેરગીરીબાપુ, તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી, જિલ્લા પંચાયતના ચેરમેન મંગાભાઈ બાબરીયા એક્સ મિલિટરીમેન ધર્મેન્દ્રસિંહ રાણા, માજી સરપંચ ગજેન્દ્રસિંહ રાણા, છગન ભગત વગરે મહેમાનો ની ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ ‘સખી આજની ઘડી તે રળિયામણી ગીત…’ રજૂ કર્યું હતું. સ્વાગત પ્રવચન નીતિનભાઈ જોશી એ કર્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસે કરી હતી. કાર્યક્રમનું સંકલન જીતુભાઈ જોશી એ સંભાળ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનો ગામજનો, સુરત સ્થિત વતન પ્રેમીઓ, શિક્ષકગણ તેમજ શાળાના બાળકોની હાજરી રહી હતી
Recent Comments