અમરેલી

અમરેલી તાલુકાના વડેરા મુકામે ૧.૦૫ કરોડ લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચેકડેનું નિર્માણ થશે

અમરેલી તાલુકાના વડેરા મુકામે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ૧.૦૫ કરોડ લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું. જળસિંચન રાજ્ય વિભાગ હસ્તકના આ ચેકડેમનું નિર્માણ થતા આ વિસ્તારની જમીનના તળ ઉંચા આવશે.

રાજ્યમંત્રીશ્રીએ નિર્માણ ક્ષેત્રની મુલાકાત કરી અને તેનું નિરીક્ષણ કર્યુ હતું. આશરે રૂ. ૨૬.૯૫ લાખના ખર્ચે તૈયાર થનારા આ ચેકડેમથી અમરીલ તાલુકાના વડેરા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં પાણીના તળ ઉંચા આવશે. આસપાસના કૃષિકારો સહિતના રહીશોને આ ચેકડેમ નિર્માણ થતા ફાયદો થશે તેમજ કૃષિ અને પિયતને ફાયદો થશે. રાજ્યમંત્રીશ્રીએ આ કામ સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેમ જણાવ્યું હતું.

Related Posts