ગુજરાત

અમરેલીમાં ૪ વર્ષની ઉંમરે અપહરણ કરાયેલ બાળક ૨૪ વર્ષ બાદ તેના પરિવાર સાથે મળી આવ્યો

જરાતના અમરેલીમાં એક ફિલ્મી ઘટના બની છે. અમરેલીમાં ૪ વર્ષની ઉંમરે અપહરણ કરાયેલ બાળક ૨૪ વર્ષ બાદ તેના પરિવાર સાથે મળી આવ્યો છે. જ્યારે આ બાળકનું અપહરણ થયું ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ હતી. ગુજરાતના અમરેલીમાં એક ફિલ્મી ઘટના બની છે. અમરેલીમાં ૪ વર્ષની ઉંમરે અપહરણ કરાયેલ બાળક ૨૪ વર્ષ બાદ તેના પરિવાર સાથે મળી આવ્યો છે. જ્યારે આ બાળકનું અપહરણ થયું ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની ચર્ચા થઈ હતી. સમગ્ર ગુજરાત પોલીસે બાળકને શોધવામાં ખાસ્સી જહેમત ઉઠાવી, પરંતુ બાળક મળ્યું ન હતું.

માતા-પિતાએ પણ બાળકને શોધવાની આશા છોડી દીધી હતી. પરિવારે યુવકને કેવી રીતે શોધી કાઢ્યો? બાળકનું અપહરણ થયાને ૨૪ વર્ષ વીતી ગયા હતા, જેના કારણે માતા-પિતાએ પણ પુત્ર પરત આવવાની આશા છોડી દીધી હતી. જાેકે આટલા વર્ષો બાદ પરિવારને તેમનું બાળક પાછું મળ્યું છે. ઘટના એવી છે કે પ્રફુલ નામનો યુવક તેના માતા-પિતાની શોધમાં હરિયાણાથી ગુજરાત પહોંચ્યો હતો. હરિયાણામાં તેના પાલક માતા-પિતાના અવસાન પછી અને તેમનો વ્યવસાય બંધ થયા પછી, તે તેના વાસ્તવિક માતાપિતાની શોધમાં ગુજરાત આવ્યો. તે બે વર્ષથી સુરતમાં રહેતો હતો અને તેના માતા-પિતાને શોધતો હતો. પરંતુ, તે તેના માતા-પિતાને મળ્યો ન હતો.

જે બાદ બે મહિના પહેલા તેણે પોરબંદરના એક યુટ્યુબરની મદદ લીધી હતી. જે બાદ તે તેના પરિવારને શોધવામાં સફળ રહ્યો હતો. ૪ વર્ષની ઉંમરે કેવી રીતે થયું અપહરણ? વર્ષ ૨૦૦૨માં અમરેલીના મણિનગરમાં રહેતા જીતેન્દ્ર અઢિયાનો ૪ વર્ષનો પુત્ર નજીકમાં રહેતા તેના કાકાના ઘરે જવાની જીદ કરવા લાગ્યો હતો. કાકાનું ઘર થોડે દૂર હોવાથી માતાએ બાળકને ત્યાં એકલો મોકલી દીધો. જાેકે, બાળકને મોકલ્યા બાદ તે ક્યારેય જાેવા મળ્યો ન હતો. આ ઘટના ૧૦ માર્ચ ૨૦૦૦ના રોજ બની હતી. રસ્તા પરથી કોઈએ બાળકનું અપહરણ કર્યું હતું. આ ઘટનાએ ગુજરાતમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર તંત્ર બાળકને શોધવામાં વ્યસ્ત હતું. શહેરમાં અનેક વિરોધ પ્રદર્શનો થયા, તપાસ માટે અનેક ટીમો બનાવવામાં આવી. જાે કે બાળક મળ્યું ન હતું. જાે કે બાળકનો હવે પુખ્ત બની ગયેલા વ્યક્તિનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

Related Posts