ગુજરાત

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવ પાસે દિવસ દરમ્યાન બાળકો બાળકો ક્રિકેટ રમતા હતા તે દરમિયાન બોલ તળાવના પાણીમાં પડ્યો અને આ બાળક તળાવમાંથી બોલ લેવા ગયો અને પાછો જ ના આવ્યો. બીજા બાળકોને લાગ્યું કે તે મસ્તી કરતો હશે એટલે ધ્યાન ના આપ્યું. ત્યારે વિસ્તારમાં બાળક ગુમ થયાનું સામે આવતા પોલીસ પણ શોધવાની કામગીરીમાં લાગી. બાળકનું નામ ભૌતિક પંકજભાઈ ગૌસ્વામી છે તેવું જાણવા મળ્યું છે.પોલીસે ફાયરબ્રીગેડ ની મદદ દ્વારા તળાવમાં બાળકની શોધખોળ શરુ કરી હતી.
ફાયરબ્રિગેડને અને પોલીસે ૪ થી ૫ કલાક મહેનત કર્યા પછી બાળકનો મૃતદેહ મોડી રાતે મળી આવ્યો હતો. તળાવમાં ૮ થી ૧૦ ફૂટ ઊંડાં પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત નિપજયું. પોલીસે બાળક ના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts