વડોદરા ના ગોરવા ના વિસ્તાર માં આવેલા મધુનગરના રાજીવ નગરમાં રહેતો મોહંમદ રિઝવાન પઠાણ (ઉં. ૧૦ વર્ષ) મધુનગરની કેનાલ પાસે મિત્રો સાથે રમવા ગયો હતો તે દરમિયાન તે પાણીના પ્રવાહમાં તણાયો હતો ત્યારબાદ બૂમાબૂમ થતાં દોડધામ મચી હતી.
આ ઘટના ઘટતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. બાદ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ મોડી સાંજ સુધી બાળક ની કોઈ ખબર મળી નહોતી. આવી ઘટના અટકાવવા માટે સરકારી વિભાગ શું કાર્યવાહી કરે તે જાણવું રહ્યું.
કેનાલ પાસે મિત્રો સાથે રમવા ગયેલો બાળક પાણીના પ્રવાહમાં તણાયો

Recent Comments