આગામી તા. ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર
દેશમાં ‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’’ સ્વચ્છોત્સવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે ગારીયાધાર નગરપાલીકા
ખાતે શ્રી એમ.ડી.પટેલ હાઈસ્કુલ ખાતેથી સ્વચ્છતા સ્લોગન તથા સુત્રોચાર સાથે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્લોગીંગ
ડ્રાઈવ તેમજ સ્વચ્છતા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં નોડલ અધિકારીશ્રી રાકેશભાઈ વાજા તથા મ્યુનિસિપલ ઈજનેર અને SBM
સ્ટાફ તથા સ્કુલના NCC ના વિદ્યાર્થી તેમજ શિક્ષકગણની ઉપસ્થિતમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શ્રી એમ.ડી.પટેલ સ્કુલ ખાતે ઉપપ્રમુખશ્રી ડો.પ્રફુલભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ નગરપાલીકાના
ફ્રન્ટલાઇન કર્મચારીઓ તેમજ શાળાના NCC કેડરના વિદ્યાર્થીઓને ફાયર, ઇમરજન્સી સેવા, ફર્સ્ટ એઇડ તેમજ ૧૦૮ ઇમરજન્સી સેવાની
તાલીમ આપવામાં આવી હતી. સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો,
માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા
કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી શ્રી.એમ.ડી.પટેલ હાઈસ્કુલ તથા ગારીયાધાર નગરપાલીકા કચેરી ખાતે
સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યાં છે. જેથી લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતતા વધુમાં વધુ પ્રસરી શકે.
તા.૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન શહેરોમાં બસસ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી
વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ-સફાઈ અને તા. ૨૩ થી ૨૯
સપ્ટેમ્બર દરમિયાન શહેરોમાં આવેલા ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને ટ્રેકિંગ
અને કેમ્પિંગ સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
તા.૩૦ સપ્ટેમ્બરથી ૦૬ ઓક્ટોબર દરમિયાન શહેરોમાં આવેલા વિવિધ નદી, તળાવ, સરોવર, દરિયાકિનારા, વરસાદી પાણીના નાળા
સહિતના સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. તા. ૭ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન શહેરમાં આવેલા વિવિધ સર્કલ, ચાર રસ્તાઓ,
સિગ્નલ્સ, ખુલ્લા પ્લોટ અને પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓ ઉપરાંત બેક લેનની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. તા. ૧૪ થી ૨૦ ઓક્ટોબર
દરમિયાન નગરપાલિકામાં આવેલા વિવિધ વાણિજ્ય વિસ્તારો, APMC, શાકભાજી માર્કેટ અને સ્ટ્રીટ ફૂડ માર્કેટ સહિતની વિવિધ બજારોની
સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
તા. ૨૧ થી ૨૭ ઓક્ટોબર દરમિયાન શહેરોમાં આવેલી તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ,
હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. તા. ૨૮ થી ૩૧ ઓક્ટોબર
દરમિયાન શહેરોના આઉટગ્રોથ વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી પોઈન્ટથી એપ્રોચ વિસ્તાર સુધીના સ્થળો, શહેરના તમામ ફૂટપાથ, રોડ, વેસ્ટ
પ્રોસેસિંગ પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.
તા. ૧૭ સપ્ટેમ્બર થી ર ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશ ભરમાં ‘‘સ્વચ્છોત્સવ’’ની થીમ પર વિવિધ સ્વચ્છતા લક્ષી
પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ‘‘નિર્મળ ગુજરાત ૨.૦’’ અને આગામી
‘‘સ્વચ્છતા સર્વેક્ષણ’’ને ધ્યાનમાં રાખીને “‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બર થી ૩૧
ઓક્ટોબર એટલે કે ત્રણ પખવાડિયા સુધી યોજાશે. તેમ ગારીયાધાર નગર પાલિકાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments