અમરેલી

સિતારો સે આગે ઔર ભી જહાં હૈ પરાધીન બાળકો માટે આધાર રૂપ બની જતા સંપૂર્ણ વિકલાંગ વ્યક્તિ ભુરખિયા હનુમાનજી ના મેળા માં આકર્ષણ નું કેન્દ્ર બન્યા

દામનગર ચેત્રી પૂનમ ના શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના મેળા ધ્યાનાકર્ષક નું કેન્દ્ર બનતા અતિ ગંભીર મનોદિવ્યાંગ સંસ્થા બાળકો કુતહુલ વશ થઈ લોકો નિહાળી યથા યોગ્ય મદદ કરતા જોવા મળ્યા ચો પગા પશુ માફક ચાલતા સંચાલક કોશિકભાઈ જોશી સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં માનવ સેવા એજ પ્રભુ સેવા ના હેતુ એ શ્રીજી એજ્યુકેશન ચેરી ટેબલ ટ્રસ્ટ જૂનાગઢ જિલ્લા ના સમઢીયાળા ગીર વંથલી રોડ ગંગેડી મેંદરડા તાલુકા માં અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા માં આશ્રિત બાળકો ને લઈ દર વર્ષે ચેત્રી પૂનમ ના મેળા માં પધારે છે આવા પરાધીન વ્યક્તિ ઓની ઘણી જગ્યા એ ઠઠા મશ્કરી ટીખળ પણ થતી હોય છે પણ આવી કોઈ પરવા વગર દ્રષ્ટીક્ષતિ મંદ બુદ્ધિ ઉન્નમત રોગિષ્ટ અલ્પ દ્રષ્ટી રક્તપિત્ત શારીરિક વિકલાંગ માનસિક વિકલાંગ પરાધીન વ્યક્તિ ના પાલનહાર બની વર્ષ ૨૦૧૬ માં સંસ્થા સ્થાપી અને આવા પરાધીન ના આધાર બની વારે તહેવારે ગમે ત્યાં યોજાતા મેળવડા માં પહોંચી યાચીક કરે છે અમુક મનોદિવ્યાંગ તો આબેહૂબ હનુમાનજી ની અલ્પાકૃતિ સમાંતર દેખાતા આ મહાપ્રભુજી ઓને ઊંચકી ને વાહનો માં ઉતારવા ચડાવવા પડે તેવી લાચાર સ્થિતિ ના પરાધીન બાળકો ને લઈ ને આજે શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય પધાર્યા હતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો ની જનમેદની વચ્ચે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવા મહા પ્રભુજી ઓને ફાસ્ટ પ્રાયોરિટી સાથે મંદિર પરિસર ના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ મંડપ માં સ્ટોલ ઉભો કરી દર્શનાર્થીઓની એકદમ લાઈનો નજીક આ સ્ટોલ ફૂલ નહિ ફૂલ ની પાંખડી રૂપે હરકોઈ નાની મોટી મદદ કરતા જોવા મળ્યા હતા મજબૂત મનોબળ ધરાવતા કોશિકભાઈ જોશી પોતે ચો પગા પશુ માફક ચાલે છે સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા નું સંચાલન કરે છે અને અતિ ઉત્સાહ સાથે પરાધીન બાળકો ને રાજ્ય ના કોઈ પણ ખૂણે યોજાતા મેળવડા માં આવા લાચાર બાળકો ને લઈ જાય યાત્રા પ્રવાસ સાથે યાચીક થતી રહે છે સિતારો સે આગે ઔર ભી જહાં હૈ નિરાશાવાદી ધનિક કરતા આશા વાદી ગરીબ વધારે સુખી હોય છે આત્મ વિશ્વાસ એજ વ્યક્તિ નું જીવન છે અવિશ્વાસ એતો જીવન નું અવસાન છે પોતે વિકલાંગ હોવા છતાં અડગ શ્રદ્ધા અને આત્મ વિશ્વાસ સાથે ગમે તેવા કપરા સ્થળો એ પહોંચી છે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો સેવા કરતી સંસ્થા શ્રીજી એજ્યુકેશન ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા આશ્રિત બાળકો આજે ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં પધાર્યા લાખો દર્શનાર્થીઓ લાઈનો વચ્ચે ઉભા કરેલ સ્ટોલ માં હરકોઈ શ્રધ્ધાળુ નાની મોટી મદદ કરતા જોવા મળ્યા માનવતા નું દર્શન કરાવ્યું હતું 

Related Posts