અમરેલી

એકતા અને દેશભક્તિનો સંગમ: સાવરકુંડલામાં ભવ્ય તિરંગા યાત્રા દ્વારા ભારતીય સેનાનુંસન્માન

સાવરકુંડલા, ૨૩ મે, ૨૦૨૫: ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા અને તેના
અભૂતપૂર્વ પરાક્રમને સન્માનિત કરવા માટે સાવરકુંડલામાં આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ યાત્રામાં શહેર મુખ્ય માર્ગો દેવળા ગેટ, બટુક હનુમાન મંદિર પાસેથી શરૂ થયેલી આ યાત્રા મેઈન બજાર
અને ટાવર રોડ થઈને રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સમાપ્ત થઈ હતી. સાવરકુંડલાની બજારો ” ભારત માતાનો જય
જયકાર” ના નાદ થી ગુંજી ઉઠી જે રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલને વધુ દ્રઢ બનાવતું હતું.
આ ભવ્ય તિરંગયાત્રામાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા,નગરપાલિકા પ્રમુખ શ્રી
મેહુલભાઈ ત્રિવેદી ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા , શહેર ભાજપ પ્રમુખ શ્રી
અનિરુદ્ધ સિહ રાઠોડ ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રજની ભાઈ ડોબરિયા,ASP શ્રી વલય વૈદ્ય સાહેબ,

રૂરલ PI ચૌધરી સાહેબ, ટાઉન PI કુંગસીયા સાહેબ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, NCC, NSS, લાયન્સ ક્લબ,
સદભાવના ગ્રુપ, સ્વામિનારાયણ ગુરુકુળ, લલ્લુભાઈ શેઠ ફાઉન્ડેશન, નૂતન કેળવણી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ,
બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન સહિત મામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત
રાજકીય અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.આ યાત્રાનો
મુખ્ય હેતુ ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને બિરદાવવાનો હતો, જેણે ‘ઓપરેશન સિંદૂર’ જેવી મહત્વપૂર્ણ
કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે. આ તિરંગા યાત્રાએ સાવરકુંડલાના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની
ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.
સાવરકુંડલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભારતીય સેના
પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રીય ગૌરવની ઉજવણીનું પ્રતીક બન્યો હતો.

Related Posts