સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની એસીબી દ્વારા લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, આ સમગ્ર મામલે વાત કરીએ તો ફરીયાદીની પોતાની પત્નીને ભાડાની ઇકો ગાડીમાં રાજસ્થાન મૂકી પરત આવતા હતા, દરમિયાન રાત્રિના સમયે આક્ષેપિતે ફરીયાદીની ગાડી ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં એક બિયર ની બોટલ મળેલ, તેની પતાવટ પેટે આક્ષેપિત દ્વારા
રૂા. ૨ લાખની માગણી કરેલ. રકઝકના અંતે રૂા ૬૦,૦૦૦/-ની માંગણી કરી ગાડી લઈ જવા અને પૈસા નહી આપે તો ફરીયાદી ઉપર દારૂનો કેસ કરવાનું કહી ફરીયાદીશ્રી પાસેથી તે સમયે ૨૦૦૦ રૂપિયા લઇ લીધેલ. ત્યારબાદ બીજીવાર પોશીના બજારથી પોલીસ સ્ટેશન પકડી લાવી ફરીયાદી પાસેથી ?૪,૦૦૦ આક્ષેપિતે લઈ લીધેલા અને ત્યારબાદ બીજા પૈસાના અવેજ પેટે ફરીયાદીશ્રીનો મોબાઇલ લઈ લીધેલ અને જ્યારે પૈસા આપશે ત્યારે મોબાઈલ અને ઈકો ગાડી પરત કરવા જણાવેલ. બાદ આક્ષેપિતે ફરીયાદીના મોબાઈલ ઉપર અવારનવાર રૂ.૧૦,૦૦૦ ની માંગણી કરેલ. જે પૈસા ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આક્ષેપિતે રૂા. ૧૫૦૦૦/- ની માંગણી કરી ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રકજક ના અંતે લાંચની રકમ રૂા.૧૨,૫૦૦/- સ્વીકારી, સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને એસીબી દ્વારા ૧૨,૫૦૦ ની લાંચ લેતા ઝડપી લેવાયો

Recent Comments