આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા અધ્યાપન મંદિર ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ નિમિત્તે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
આ પ્રસંગે અમરેલી જિલ્લા તોલમાપ અધિકારી બારૈયા સાહેબ, સાવરકુંડલા તાલુકા તોલમાપ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે વિવિધ વકતાઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીની વિગતે ચર્ચા કરી હતી ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ રમેશભાઈ હીરાણી કન્વીનર રવિભાઈ મહેતા, પત્રકાર બિપીનભાઈ પાંધી પ્રણવભાઈ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેમિનાર દરમિયાન ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓએ ખૂબ શાંતિ અને શિસ્ત સાથે વકતાઓને સાંભળેલ.
અંતમાં અધ્યાપન મંદિરના પ્રિન્સિપાલ બાબુભાઈ ચાવડાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.


















Recent Comments