ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ખાતે કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે
ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા,૬૬ નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની ૩ બેઠકો, નગરપાલિકાઓની ૨૧ બેઠકો, જિલ્લા પંચાયતોની ૯ બેઠકો તથા તાલુકા પંચાયતોની ૯૧ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે.
આ સમગ્ર ચૂંટણી પ્રકિયા દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ખાતે કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. કન્ટ્રોલ રૂમમાં કાર્યરત ટેલીફોન નંબર તથ ફેક્ષની વિગત તથા કંટ્રોલરૂમની કામગીરી નો સમય આ મુજબ છે.તા.૧૫/૦૨/૨૦૨૫ના રોજ કંટ્રોલરૂમની કામગીરી નો સમય સવારના ૧૦ઃ૦૦ વાગ્યાથી રાત્રીના ૯ઃ૦૦ વાગ્યા સુધી રહેશે. આજ રીતે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૭ઃ૦૦ વાગ્યાથી રાત્રીના ૯ઃ૦૦ વાગ્યા સુધી કંટ્રોલરૂમની કામગીરી ચાલુ રહેશે તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજસવારના ?ઃ?? વાગ્યાથી રાત્રીના ૯ઃ૦૦ વાગ્યા સુધી કંટ્રોલ રૂમ ની કામગીરી ચાલુ રહેશે. આ ત્રણેય દિવસ દરમિયાન ટેલીફોન નંબર ૦૭૯૨૩૨ ૫૫૯૫૧,૦૭૯ ૨૩૨ ૫૫૯૫૩,૦૭૯ ૨૩૨ ૫૭૩૮૧,૦૭૯૨૩૨ ૫૭૩૮૩ તથા ફેક્સ નંબર ૦૭૯૨૩૨ ૫૨૮૮૫ પર સંપર્ક કરી શકાશે.
Recent Comments