રાજધાની દિલ્લીમાં લોકનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરની સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. વડાપ્રધાન શ્રીએ અગાઉ વડનગરમાં યોજાયેલ ‘માતૃ વંદના’ કાર્યક્રમમાં શ્રી માયાભાઈ આહિર દ્વારા પીરસાયેલ કરુણા અને લાગણીસભર લોકસાહિત્યનું સ્મરણ કર્યું હતું. લોકનેતા સાથે લોકસાહિત્યકારની આ મોજભરી સૌજન્ય મુલાકાત વેળાએ ગુજરાત સરકારનાં મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર જોડાયાં અને પ્રાસંગિક વાતો કરી હતી.
લોકનેતા સાથે લોકસાહિત્યકારની સૌજન્ય મુલાકાત


















Recent Comments