ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અચાનક હાઇવે પર ૫૦૦ રૂપિયાની નોટો ઉડતી જાેવા મળતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. બધાને એવું લાગ્યું કે, ક્યાંકથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જાેઈને લોકોએ પોતાના જીવ જાેખમમાં મુકીને નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે આ નોટો એક વેપારીની લૂંટ થયા પછી રસ્તા પર વેરવિખેર ફેલાયેલી જાેવા મળી હતી.
આ સમગ્ર મામલે આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાઇવે પર આવેલા ઢાબા પર એક વેપારીની થયેલી લૂંટનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટ ત્યારે થઈ જ્યારે વેપારીઓ હાઇવેની બાજુમાં આવેલા એક ઢાબા પર કંઈક ખાવા માટે બસમાંથી ઉતરી રહ્યા હતો.
આ ઘટના બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટાયેલા વેપારીનું નામ ભાવેશ હોવાનું જાણવા મળ્યું છે. તે વારાણસીથી દિલ્હી જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે વેપારીને લૂંટવામાં આવ્યો ત્યારે તેની પાસે લગભગ ૧૦ લાખ રૂપિયા હતા. બસ ઢાબા પર ઉભી રહેતાની સાથે જ બદમાશો વેપારીની બેગ લઈને ભાગી ગયા.
ઢાબા પરથી ભાગતી વખતે હાઇવે પર ગુનેગારોની બેગમાંથી કેટલીક નોટો રસ્તા પર પડી ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા લોકોને ખબર પડી કે, ૫૦૦ રુપિયાની અસલી નોટો રસ્તા પર વિખરાયેલી છે, ત્યારે લોકો પોતાનો જીવ જાેખમમાં મકીને નોટો ઉપાડવા માટે હાઇવેની વચ્ચે પહોંચી ગયા હતા. નોટો લૂંટવાનો પ્રયાસ કરતા લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે રસ્તા પર વિખરાયેલી નોટો ઉપાડવા માટે કેટલા લોકો અહીં-ત્યાં દોડી રહ્યા છે.
એક વેપારીની લૂંટની માહિતી મળતાં કોખરાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વેપારીની પૂછપરછ કર્યા પછી કેસની તપાસ શરૂ કરી હતી. આ અંગે વેપારીએ જણાવ્યું કે, તેની એક બેગમાં ૮ થી ૧૦ લાખ રૂપિયા હતા. પોલીસનું કહેવું છે કે, આ લૂંટની ઘટના નથી. પૈસા ભરેલી બેગ પડી જવાની ઘટના બની છે, જેમાં લગભગ દોઢ લાખ રૂપિયા હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ ખબર પડશે કે આ લૂંટનો મામલો હતો કે, વેપારીની બેદરકારીને કારણે આ નોટો હાઇવે પર વેરવિખેર થઈ ગઈ હતી.
ગુજરાતનો એક જીરુંનો વેપારી યુપીના પ્રયાગરાજથી દિલ્હી જતાં બસમાં લૂંટાયાની ઘટના

Recent Comments