બગદાણાની ક્ષત્રિય સમાજની દીકરીએ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગ સ્પર્ધામાં બે મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

પ્રખ્યાત તીર્થધામ બગદાણાં ગામની ક્ષત્રિય સમાજની દીકરી ચંદ્રાબા રામભા વાળાએ સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગ ની અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગ સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરતા બોલ્ડરિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે લીડ ક્લાઈમ્બિંગ સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં એક સાથે બે મેડલ મેળવી વાળા પરિવાર અને તીર્થ ગામ બગદાણા તથા સમગ્ર ભાવનગર જિલ્લાનું નામ રોશન કરવા બદલ સમાજ અને ગામના આગેવાનોએ ચંદ્રાબા રામભા વાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
Recent Comments