ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. શ્રી મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહાર દ્વારા બુધવારે શ્રી મોરારિબાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે. શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થામાં શ્રી નાનકભાઈ ભટ્ટના નેતૃત્વ સાથે કેળવણીનું કાર્ય ચાલી રહ્યું છે, તેમાં એક છે ભાતિગળ તારીખિયું, જે ચિત્રકાર બાળકો દ્વારા વિવિધ વિષયો આધારિત તૈયાર કરવામાં આવે છે.
બુધવાર તા.૧૭ના શ્રી મોરારિબાપુના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે આ સર્જનનું વિમોચન અને આ ૧૨ માસના ચિત્રો સર્જનાર ૧૨ બાળકોનું અભિવાદન થનાર છે.
બાળ કેળવણી અને સર્જનાત્મક કૌશલ્ય વિકસાવવાના હેતુથી અહીંના બાળ પુસ્તકાલય અંતર્ગત આ ક્ષેત્રના નિષ્ણાત શ્રી અશોકભાઈ પટેલ સાથે શ્રી રમેશભાઈ ગોહિલના માર્ગદર્શન સાથે ભાવનગર જિલ્લાની શાળાઓના વિદ્યાર્થી બાળકો દ્વારા ચિત્રો તૈયાર કરાવવામાં આવ્યા છે અને સુંદર તારીખિયું નિર્માણ કરાયું છે. આ વર્ષે ‘વંદે માતરમ્ શતાબ્દી’ અને ‘શ્રમનું ગૌરવ’ એ વિષય રાખવામાં આવેલ છે.

















Recent Comments