ભાવનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભાવનગરના ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવા તેમજ આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પડતર તુમારનો નિકાલ, સરકારી લેણાંની વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોનસોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક સુવિધા કેન્દ્રની અરજીઓનો નિકાલ નિયત સમય મર્યાદામાં લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણે કેટલાંક રચનાત્મક સુચનો કર્યાં હતાં ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેક્ટરશ્રી ડી.એન.સતાણી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments