શનિવાર) રાજકોટ ખાતે ૧૦ થી ૧૨ જાન્યુ-૨૦૨૬ ના રોજ યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના ઉપલક્ષમાં અમરેલી ખાતે આગામી તા. ૨૬ ડિસેમ્બરના રોજ શહેરના શ્રીમતી શાંતાબા ઓડિટોરીયમ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ (DLP) યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી સેવાસદન ખાતે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના ઉદ્યોગકારોએ આ બેઠકમાં કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરી હતી.
આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી સતિશ ભાટીયાએ રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ઉદ્યોગકારો-વેપારી સંગઠનોને આવકારવવામાં આવ્યા છે. આ કાર્યક્રમના માધ્યમથી રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમનું પ્લેટફોર્મ તૈયાર થશે. કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા અને પ્રભારી સચિવશ્રી સંદિપ કુમારની ઉપસ્થિતિમાં વેપારની નવી તકો અને રોજગારીના નવસર્જન અર્થે MoU કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, આ કાર્યક્રમમાં બીઝનેસ ટુ બીઝનેસ જોડાણની તકો, નિષ્ણાતોના વ્યાખ્યાન અને ઉદ્યોગકારોનું પ્રદર્શન પણ યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા સહાયતા પ્રાપ્ત કરનારા ઉદ્યોગકારો-વેપારી એકમોને મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલીના ઔદ્યોગિક વિકાસ અર્થે વેપારીઓ અને ઉદ્યોગકારોને તેમના સૂચનો આપવા માટે જણાવ્યું હતું. જિલ્લાના દરિયાકાંઠા, કૃષિ અને સામુદ્રિક માર્ગની સંભાવનાઓને ધ્યાને રાખી બ્લુ ઇકોનોમી, કૃષિ અને યંત્રો તેમજ પશુપાલન અને ડેરી સહિતની મહત્ત્વના ક્ષેત્રોમાં ઉદ્યોગ અને MSMEની નવી તકો માટે રાજ્ય સરકાર વતી પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા, જિલ્લા પોલીસ વડા મથકના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ગોહિલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ તેમજ જિલ્લાના ઉદ્યોગકારો અને વેપારી સંગઠનોના ગણમાન્ય વડાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
રાજકોટ ખાતે યોજનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના ઉપલક્ષમાં ૨૬ ડિસેમ્બરે અમરેલીમાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ (DLP) યોજાશે


















Recent Comments