વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ના ઉપલક્ષ્યમાં ભાવનગર ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી
મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને તા.૧૯ ડિસેમ્બરના રોજ ઇસ્કોન ક્લબ ખાતે ‘ડિસ્ટ્રીક્ટ લેવલ કાર્યક્રમ’
યોજાશે.
જેમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન
બાંભણીયા તેમજ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરશે.
આ ઉપરાંત સેક્ટર પેસેફિક સેમિનારમાં ધોલેરા SIR માં ભવિષ્યની Opportunities વિશે ધોલેરા SIR માંથી
શ્રીમતી અદિતી ગોયલ, પોર્ટના વિકાસ અને શિપ બ્રેકિંગ અને શિપ બિલ્ડિંગ બાબતે પોર્ટ ઓફિસર, ગુજરાત સ્ટેટ
બાયો ટેકનોલોજી મિશન વિશે ડૉ. અંશુયા ભાદાલકર, જોઇન્ટ ડાયરેકટર, ગાંધીનગર તેમજ IT/ઈનોવેશન નીતિઓ
બાબતે હિતેશ ગોર, ICT ઓફિસર, ગાંધીનગર હાજર રહી મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે.
કાર્યક્રમમાં MOU એક્સચેન્જ, પ્રતિકાત્મક ચેકનું વિતરણ, LDM દ્વારા લોન મંજૂરી પત્રનું વિતરણ, VGRC પર
ફિલ્મ પ્રસ્તુતિ તેમજ પ્રાદેશિક કોન્ફરન્સની પ્રસ્તુતિની સાથે MSMEની સફળતાની ગાથા રજૂ કરવામાં આવશે. અગ્રણી
ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો દ્વારા ઓપન હાઉસ ડિસ્કશન પણ રાખવામાં આવી છે, જેમાં બેસ્ટ પ્રેક્ટીસ, માળખાગત
સુવિધાઓ અને તકો, કુશળતા અને નીતિગત હસ્તક્ષેપો અંગે વાર્તાલાપ કરવામાં આવશે.
આમ, આ કોન્ફરન્સ થકી સેક્ટર- પેસેફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગીતાને
પ્રોત્સાહન મળશે તેમજ અનેક યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે.


















Recent Comments