ભાવનગર

ભાવનગરમાં વંદે માતરમ શતાબ્દી વર્ષ પ્રસંગે “શ્રમનું ગૌરવ” વિષયે બાળકો માટેની ચિત્ર આ લેખન કાર્યક્રમ યોજાઈ ગયો

ભાવનગર શિશુવિહાર પરિસર માં વંદે માતરમ શતાબ્દી વર્ષ પ્રસંગે બાળકો માટેની ચિત્ર આ લેખન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રમનું ગૌરવ  વિષય એ યોજાયેલ ચિત્ર કાર્યક્રમોમાં ભાવનગર શહેર ની પ્રાથમિક શાળા ઉપરાંત હાથબ .માલણકા .ફુલસર. ચિત્રા .અધેવાડા ના બાળકો મળી ૮૫ બાળકોએ ભાગ લીધો હતો. શિશુ વિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત સતત ૧૧ માં વર્ષે તૈયાર થતાં  ચિત્ર કેલેન્ડર માં ઉપસ્થિત રહેનાર તમામ  વિદ્યાર્થીઓને સપોર્ટ પેડ તથા પ્રમાણપત્ર અને પોષક આહાર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડોક્ટર અશોકભાઈ પટેલ તથા રમેશભાઈ ગોહિલે સંભાળ્યું હતું.

Related Posts