રાષ્ટ્રીય

હરિયાણાથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત; ૫ લોકોના મોત

હરિયાણાના ફરીદાબાદથી એક પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે ઉત્તરાખંડના ચમોલીમાં તેમની કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઇવે પર લગભગ ૧૫ કિ.મી. દૂર બાગવાન નજીક થયો હતો.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, કારમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનો બચાવ થયો હતો. તેમને શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્રણ બાળકો સહિત પાંચ અન્ય લોકો હજુ પણ ગુમ છે. એવી આશંકા છે કે તેઓ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હશે. કારમાં છ લોકો સવાર હતા, આમાંથી, અનિતા નેગી નામની મહિલાને બચાવી લેવામાં આવી છે, જ્યારે મહિલાનો પુત્ર આદિત્ય અને મહિલાની નાની બહેન મીના ગુસાઈ, તેનો પતિ સુનીલ ગુસાઈ અને બે બાળકો ગુમ છે.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતની માહિતી મળતા જ દેવપ્રયાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિપાલ રાવત તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું. હાલ ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધખોળ કામગીરી ચાલુ છે.

Related Posts