ભાવનગર

તળાજાના ઠળીયા કેન્દ્રવર્તી શાળાના આચાર્યનો નિવૃતિ વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

ઠળિયા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય દિનકરભાઈ બારૈયા વય નિવૃત થતા હોય તેમનો વિદાય સન્માન કાર્યક્રમ ઠળિયા ગામની શાળામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામજનો, આજુબાજુની શાળાના શિક્ષકો, વિધાર્થીઓ સહિતના હાજર રહ્યાં હતા. ભાવનગર જિલ્લા પંચાયતના ચેરમેન મંગાભાઈ બાબરીયા,તાલુકા પ્રમુખ રાણાભાઇ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશભાઈ બારૈયા, સરપંચ વનરાજભાઈ મોભ વગેરેએ દિનકરભાઈને નિવૃત્ત જીવનમાં સુખ, શાંતિ અને સારા આરોગ્યની શુભેરછાઓ પાઠવી હતી. આ વેળાએ ભરતભાઈ બોલિયા, પોપટભાઈ બાબરીયા,અરવિંદભાઈ પાટડિયા, લોક સાહિત્યકાર રમણીકભાઇ ધાંધલિયા, વજેરામભાઈ લાધવા,પંકજભાઈ રાઠોડ,પરેશભાઈ પંડ્યા, પ્રાગજીભાઈ ધાંધલીયા કુંઢડા ના સરપંચ ભોળાભાઈ પ્રજાપતિ, ઘાટરવાળા ના સરપંચ પ્રદીપભાઈ ભટ્ટ તેમજ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો , ગામજનો હાજર રહ્યાં હતાં.

વિદાય લેતાં આચાર્યે શાળાના તમામ બાળકોને નોટબુક ભેટ આપી હતી.કુંઢડા ગ્રામ પંચાયત ના સરપંચ ભોળાભાઈ પ્રજાપતિ દ્વારા દરેક બાળક ને બે-બે બોલપેન ભેટ આપવા માં આવી હતી. તેમજ તમામ 12 પેટા શાળાઓને એક એક ડિજિટલ ઘડિયાળ ભેટમાં આપી હતી. ઉપરાંત ઠળિયા કે. વ. શાળાને 25000 રૂપિયાની રોકડ રાશી અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ મોભ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Posts