ગતરોજ તા.૩૧-૧૨-૨૫ના રોજ સાવરકુંડલામાં શ્રી લોહાણા મહાજનવાડીમા નિવૃત્ત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ,
કાર્યક્રમમા પરિવાર સાથે પ્રવેશતા શ્રી પંડ્યાસાહેબને સમગ્ર સ્ટાફના મિત્રોએ પૃષ્પવર્ષા કરી આવકારેલ.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા પ્રાંત અધિકારી શ્રી ઝેડ.વી. પટેલ સાહેબશ્રીએ શ્રી જે એન પંડ્યા સાહેબને શ્રીફળ , શાલ,મોમેન્ટો,પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરેલ.તેમજ ઉપસ્થિત રહેલા તમામ રાજકીય આગેવાનો અને સરકારી હોદ્દેદારોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પ્રાસંગિક ઉદબોધનમાં શ્રી જે એન પંડ્યા સાહેબન કાર્યકાળની સવિશેષ નોંધ લઈ અને સાવરકુંડલા કાયમી સાહેબશ્રીનું ઋણી રહેશે,
શ્રી જે એન પંડ્યા સાહેબનું ઋણ સાવરકુંડલા ક્યારે ઉતારી નહીં શકે તેવું અદભુત કામ તેઓએ કરેલ છે, તેમની કાર્યશૈલી અને કાર્ય પદ્ધતિની સવિશેષ નોંધ લઈ અને તેમને બિરદાવેલ. ત્યારબાદ પ્રાંત અધિકારી ઝેડ.વી. પટેલ સાહેબે પણ ,મામલતદાર સાહેબ શ્રી સાથેના અનુભવો અને તેમની સવિશેષ કાર્યકાળ દરમિયાન કરેલ કાર્યોની નોંધ લઇ વખાણે.
શ્રી જે એન પંડ્યા સાહેબ પ્રાસંગિક ઉદબોધન દરમિયાન સાવરકુંડલાના નગરજનો, રાજકીય પદાધિકારીઓ, સરકારી કર્મચારીઓ સ્ટાફ મિત્રો વગેરેના સુખદ અનુભવો વર્ણવ્યા હતા. ફરજ દરમ્યાન સૌ કોઈ તરફથી મળેલા સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિદાય સન્માન સમારંભમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પ્રાંત અધિકારી ઝેડ .વી.પટેલ સાહેબ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, ટીડીઓ વાઘાણી સાહેબ, જાફરાવાદ મામલતદાર લકુમ સાહેબ, રાજુલા મામલતદાર પ્રજાપતિ સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા .. વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલા.
કાર્યક્રમના અંતમાં મામલતદાર શ્રી જે .એન. પંડ્યા સાહેબના પરિવાર દ્વારા કેક કાપી સૌના મીઠા મોઢા કરાવી અને કાર્યક્રમ સમાપન જાહેર કરેલ. આ વિદાય સન્માન સમારંભ સાવરકુંડલા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ના સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા સંયુક્ત આયોજન દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવે.


















Recent Comments