fbpx
ગુજરાત

મહેસાણામાં કડી કોર્ટ સંકુલમાં ખેડૂતે દવા પી આત્મહત્યા કરી

બાવલુંના ખેડૂતે કોર્ટ સંકુલમાં દવા પીધી હતી મહેસાણામાં કડી કોર્ટ સંકુલમાં ખેડૂતે દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. જેમાં બાવલુના ખેડૂતે કોર્ટ સંકુલમાં જ દવા પી લીધી હતી. ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં ખેડૂતનું નામ કરસન ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. ઝેરી દવા પીધા બાદ તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

તપાસમાં કોર્ટમાં કેસ ચાલુ હોવા છતા જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં જમીન ખરીદનાર જમીનનો કબજાે લેવા પહોંચ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જમીન ખરીદનાર પોલીસ સાથે જમીનનો કબજાે લેવા પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા જમીન ખાલી કરાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેને પગલે પોલીસ દ્વારા જમીન ખાલી કરાવવા મામલે વિવાદ સર્જાયો હતો. બારોબાર જમીન ખરીદનાર પોલીસ સાથે જમીન નો કબજાે લેવા પહોંચ્યા હતા. જેમાં ધાકધમકી આપી બળજબરીથી જમીન ખાલી કરાવવા મુદ્દે દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસની ભુમિકા સામે સવાલો ઉભા થયા છે.

Follow Me:

Related Posts