અમરેલી

મોટા બારમણના ખેડૂત સાથે રૂ.ર.૩૦ લાખની છેતરપીંડી

ખાંભાના મોટા બારમણ ગામના ખેડૂત સાથે રૂપિયા ૨.૩૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જીવાભાઇ વાઘાભાઇ વાઢેર (ઉ.વ.૭૦) એ હિરેનભાઇ ઉર્ફે ચકુ ત્રિભોવનભાઇ સલ્લા સોની સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને વિશ્વાસમાં લઇ તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ રૂ.૮૦.૦૦૦ તથા તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સાહેદ હસ્તક બીજા રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૩૦,૦૦૦ ઇરાદાપુર્વક બદદાનતથી પડાવી છેતરપીંડી કરી નાસી ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts