અમરેલી

ધારી તાલુકાનું રામપુર ગામના સતત 25 વર્ષથી સરપંચ તરીકેની સેવા પુર્ણ કરતા બહુમાન યોજાયું.

ધારી તાલુકાના રામપુર ગામમાં છેલ્લા પાંચ ટર્મથી 25 વર્ષથી સરપંચ તરીકે ચૂંટાઈ આવતા કાળુભાઈ ધાધલ નું કાઠી ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ, રામપરા ગામના ગ્રામજનો દ્વારા તેમનું બહુમાન દાનેવધામ ચલાલા નાં મહંત પૂજ્ય વલકુબાપુના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યું હતું કાળુભાઈ ધાંધલ દ્વારા રામપરા ગામમાં 24 કલાક ગ્રામજનોની સેવામા અને લોકોને સરકારી યોજનાનાં લાભ આતકે ધારી બગસરા નાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામના પૂર્વસરપંચ અને મોટા ઝીઝુડા સેવા સહકારી મંડળીનાં પ્રમુખ ભાભલુભાઈ ખુમાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રસનાં અગ્રણી ચંદ્રશભાઈ રવાણી, સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ નાં પ્રમુખ મહેશભાઈ મશરૂ, ડોક્ટર પ્રવીણભાઈ કોઠીયા સુરત પૂર્ણા જનરલ હોસ્પીટલ, દર્શનીબેન કોઠિયા સુરત મહાનગર પાલિકા કોર્પોરેટર, રામપુર સેવા સહકારી મંડળી નાં પ્રમુખ કાળુભાઈ શેઠ, ધારી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન બીછુભાઈ વાળા, ખેડૂત અગ્રણી મગનભાઈ કોઠીયા વગેરે ધારી, સાવરકુંડલા તાલુકાનાં અગ્રણીઓ, રામપુરાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Posts