આજરોજ શાળા નંબર એક અને ક્લસ્ટર..૧ માં Cwsn બાળકોના વિશિષ્ટ શિક્ષક અજયભાઈ રમણીકલાલ મહેતા જેઓ કાર્યરત હતા.તેઓની ઓળીયા ક્લસ્ટરમાં બદલી થતાં પે.સેન્ટર સ્કુલ – ૧ સાવરકુંડલાના શાળા પરીવાર દ્રારા સ્નેહ સંસ્મરણ સહ શુભેચ્છા સન્માન સમારંભ રાખવામા આવેલ આ તકે શાળાના આચાર્યા ભૂમિકાબેન મહેતા તથા સમગ્ર શાળા પરિવાર દ્રારા સાલ ઓઢાડી સન્માન ,ભોજનના આસ્વાદ સાથે આચાર્યા ભૂમિકાબેન પ્રસંગોચિત ઉદબોધન કરી અજયભાઈનો સરળ સ્વભાવ, દિવ્યાંગ બાળકો પ્રતિ તેમની કાર્યદક્ષતા,શાળાના સામાન્ય બાળકો સાથેનુ તેમનું સમાયોજન,તેમની શાળા તથા શાળા પરિવાર સાથેના સામાજીકરણના ગુણોને સદાય યાદ રહેશે. તેઓ પોતે દિવ્યાંગ હોવા છતા ફરજમાં ક્યારેય અવરોધ બનવા નથી દીધી.તેમના નવા કાર્યક્ષેત્ર માટે શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.અજયભાઈએ શાળાને માતા સરસ્વતીની આહલાદક મૃતિ સપ્રેમ ભેટ આપી.
સાવરકુંડલા શહેરમાં આવેલ પે સેન્ટર શાળા નંબર એક ખાતે વિશિષ્ટ શિક્ષક અજયભાઈ રમણીકલાલ મહેતાનો શુભેચ્છા સન્માન સમારંભ યોજાયો



















Recent Comments