તંબુમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી, જાેકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી મહાકુંભમાં ભીષણ આગ લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તંબુમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી, જાેકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એવી માહિતી છે કે ઘણા તંબુઓમાં આગ લાગી છે. આ સાથે નજીકના અન્ય કેમ્પોને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. આગને કારણે અન્ય ઘણા કેમ્પોને પણ અસર થઈ હતી, જાેકે સદનસીબે આગ કાબૂમાં આવી ગઈ હતી. હજુ સુધી કોઈ ભક્તના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી. ર્નિમળ આશ્રમના સ્વામી શ્રી ગોપી હરિજી મહારાજે જણાવ્યું હતું કે મહાકુંભમાં આગમાં ૬ સિલિન્ડર ફાટ્યા હતા અને બાકીના સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ૧૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં આગ લાગી હતી. આખા વિસ્તારનું કાપડ બળી ગયું હતું અને માત્ર વાંસની લાકડીઓ જ બચી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૨૦ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગ ઘણા તંબુઓને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે, જેના કારણે તેમાં રાખેલા સિલિન્ડરો ફૂટી રહ્યા છે. ૨૦ થી ૨૫ તંબુ બળી ગયા છે. અખાડાની સામેના રસ્તા પર લોખંડના પુલ નીચે આગ લાગી છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
હીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને કોઈ વ્યક્તિ ફસાયું ન હોય તેની તકેદારી રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ વિસ્તારમાં આગની ઘટનાની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવાની સૂચના આપી હતી.
મહાકુંભમાં લાગેલી આગ પર આખરે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ આગને કારણે ઘણા કેમ્પ બળીને રાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સેક્ટર ૧૯ અને સેક્ટર ૫ની બોર્ડર પર ઓલ્ડ જીટી રોડ ક્રોસિંગ પાસે આ ભીષણ આગ લાગી હતી. સૌપ્રથમ વિવેકાનંદ કેમ્પમાં આગ લાગી હતી. આગ સ્પાર્ક કે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. આગના કારણે આ કેમ્પ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
મહાકુંભ મેળામાં, ભક્તો દૂર-દૂરથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે આવે છે. આ સમયગાળા દરમિયાન, અમૃત સ્નાનનું વિશેષ મહત્વ છે, જેમાં પહેલા ઋષિ-મુનિઓ સ્નાન કરે છે અને પછી સામાન્ય લોકો. મહાકુંભમાં સ્નાન કરવાથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. મહાકુંભ મેળો દર ૧૨ વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે અને આમાંથી પ્રયાગરાજ ખાતે યોજાતો મહાકુંભ સૌથી ભવ્ય છે. ૩૦-૪૫ દિવસ સુધી ચાલતો મહાકુંભ મેળો હિન્દુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે.
Recent Comments