મુંબઇ પાસે અલીબાગમાં દરિયામાં એક મુસાફરો ભરેલી બોટમાં આગની ઘટના

૧૮ લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યામહારાષ્ટ્રના મુંબઇ પાસે અલીબાગમાં દરિયામાં એક મુસાફરો ભરેલી બોટમાં ભયંકર આગ લાગવાણી ઘટના બની હતી. આ બોટમાં ૧૮-૨૦ મુસાફરો સવાર હતા. આગ લાગવાની આ ઘટનામાં બોટ ૮૦ ટકા બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે બોટમાં ૧૮ થી ૨૦ લોકો હતા તે બધા મુસાફરો સુરક્ષિત છે. દરિયાની વચ્ચે તરી રેહેલી બોટમાંથી આગ(ર્હ્વટ્ઠંકૈિી)ની જ્વાળાઓ નીકળતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન નેવી તુરંત રેસ્ક્યુ માટે પહોંચી હતી. બોટ પરના તમામ ૧૮ થી ૨૦ માછીમારોનો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતાં. સળગી રહેલી બોટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ બોટ સાખર ગામના રાકેશ મારુતિ ગણની હોવાનું કહેવાય છે. હાલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ શરૂઆતની માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી બોટને કિનારે લાવવામાં આવી અને આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.
આ સમગ્ર મામલે એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે અલીબાગ તટથી લગભગ ૬થી ૭ સમુદ્રી મિલ દૂર રાકેશ ગણની માછલી પકડવાની હોડીમાં આગ લાગી ગઇ. આગ લાગવાની જાણ થતા જ ભારતીય તટરક્ષક દળ અને નૌ સેના દ્વારા તરતજ કાર્યવાહી કરવામાં આવી. બોટમાં સવાર તમામ ૧૮ ચાલક દળના સભ્યો સફળતા પૂર્વક બચાવી લેવાયા હતા. જેમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.
આગ લાગવાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આગ ઝડપથી ફેલાતાં ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ ફેલાયો હતો. જાેકે સ્થાનિકોના સમયસર હસ્તક્ષેપથી બોટને સલામત રીતે ખેંચવામાં મદદ મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે અધિકારીઓ હાલમાં ઘટનાની તપાસ કરી રહ્યા છે.
Recent Comments