મહેસાણાના આંબલિયાસણ ગામ પાસે આગની ઘટના બની
ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના આંબલિયાસણ ગામ પાસે આગની ઘટના બનવા પામી છે. આંબલિયાસણ-ભાસરિયા રોડ પર ફેક્ટરીમાં આગ લાગતા ભાગદોડ પચી ગઈ હતી. સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને આગની જાણ કરતા ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મહેસાણા જીલ્લામાં આંબલિયાસણ ગામે આંબલિયાસણ-ભાસરિયા રોડ પર આવેલ અંબિકા વુડ પ્રોસેસ નામની કંપનીમાં અચાનક આગ લાગી હતી. સવારે ૬ વાગ્યે ફાયર વિભાગને આગની ઘટનાનો કોલ આવ્યો હતો. તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા-હિંમતનગર હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ત્રણ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા ડ્રાઈવર દાઝી ગયો હતો. ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા. આગ કાબૂમાં આવતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
Recent Comments