પ્રખર રાષ્ટ્રવાદી અને માનવતાવાદી વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે સાવરકુંડલા શહેર ખાતે વિવિધ રચનાત્મક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા શહેરના તમામ શક્તિ કેન્દ્રોમાં દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. આ સાથે જ, તેમના ઉચ્ચ જીવનમૂલ્યો, અંત્યોદય ની સંકલ્પના અને સર્વાંગીણ વિકાસ માટેના વિચારો સમાજ માટે હંમેશા માર્ગદર્શક તથા પ્રેરણારૂપ બની રહે તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જી.એસ.ટી. (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જન્મજયંતિની ઉજવણી ના ભાગરૂપે, શહેરભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુધસિંહ રાઠોડ,જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ પ્રતિક ભાઈ નાકરાણી,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી મોહિતભાઈ સુદાણી, રાજેશભાઈ નાગ્રેચા સહિત શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકા હોદ્દેદારો, સદસ્ય, શક્તિ કેન્દ્રના સંયોજકો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલામાં અંત્યોદય ના પ્રણેતા પં. દીનદયાળ ઉપાધ્યાયજી ને પુષ્પાંજલિ કાર્યક્રમ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું

















Recent Comments