નાવલીના મેદાનમાં એટલી માનવ મેદની ઉમટી કે જગ્યા ટૂંકી પડી-
આ તકે સાવરકુંડલા ધારાસભ્યે નાવલીને પુનઃ જીવંત કરવાનો અડગ નિર્ધાર એ ખીચોખીચ જનમેદની વચ્ચે જાહેરમાં કરતાં ઉપસ્થિત તમામે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધો
આ તકે ધર્મસત્તા, રાજસત્તા અને લોકમિજાજની ઓળખ સમી લોકસત્તાનો ત્રિવેણી સંગમ રચાયો
આજથી ત્રણેક વર્ષ પહેલાં પત્રકાર બિપીનભાઈ પાંધીએ નાવલી સંદર્ભે પૂછેલા પ્રશ્ર્ન અંગે મહેશભાઈના મુખમાંથી સરી પડેલા શબ્દો.. *”નાવલી ફરી વહેતી થશે.”* એ સંકલ્પના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અથાગ પ્રયત્નો રાજ્ય સરકારનો સકારાત્મક ભરપૂર સહયોગ અને ટીમ ભાજપના કાર્યકરોની મહેશભાઈ કસવાળાનો પડ્યો બોલ ઝીલવાની ક્ષમતા દ્વારા હવે એ દિવસો દૂર નથી જ્યારે નાવલી નદી પર શહેરની મધ્યમાં શહેરને વીંધીને પ્રવાહિત થશે
ધારાસભ્યશ્રીએ એ પણ સાબિત કરી બતાવ્યું કે કઠોર પરિશ્રમ અને ઈશ્ર્વર કૃપા હોય તો તમામ કાર્યો સો ટકા સફળ થાય છે
આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ ઉપસ્થિત તમામને નાવલી સદાય સ્વચ્છ રહે તે માટે તેમાં ગંદો કચરો ન ઠાલવવા જાહેર અપીલ કરી હતી.. તેમજ આ રીતે મા નવલગંગાને મા તુલ્ય સ્થાન આપી સાવરકુંડલાની અસ્મિતાનું જતન કરવા વિનંતી
આ કુંડલા મારું, તમારું, આપડું કુંડલા સમજીને તેના વિકાસ માટે પોતાની તમામ શક્તિઓ કામે લગાડવા મહેશભાઈએ દ્રઢ નિર્ધાર કર્યો.
આ તકે જીગ્નેશ દાદાએ પણ મહેશભાઈના વતન પ્રત્યેના અનન્ય પ્રેમને બિરદાવતાં કુંડલાનો અકલ્પનીય વિકાસ મહેશભાઈ કસવાળાના હસ્તે થતો રહે એવા આશીર્વાદ પાઠવ્યા
આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ પણ પોતાના જાહેર વક્તવ્યમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્ય એક જૂટ છે. તેની અનોખી છટામાં જણાવ્યું હતું કે અમરેલીના પાંચે પાંચ ધારાસભ્યો મંત્રી જ છે એમ સમજીને એક ટીમ વર્ક તરીકે અમરેલી જિલ્લાના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે.
મોડી રાત સુધી ડાયરાની રમઝટ વચ્ચે રાજભા ગઢવી, અપેક્ષા પંડ્યા અને કિશન રાદડિયા સમેત તમામ લોકગાયકોએ ઉપસ્થિત તમામ શ્રોતાગણને પોતાના મંત્રમુગ્ધ ગીતો દ્વારા રસતરબોળ કરી દીધા હતાં.
ડાયરાની રોનક અને લોકમિજાજ જોઈને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ આવતાં વર્ષે ત્રણ દિવસ નાવલી ઉત્સવનું આયોજન કરવા મન બનાવતાં જોવા મળેલ
આ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય જે. વી.કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જીગ્નેશ દાદા રાધે રાધે, માનવમંદિરના ભક્તિરામબાપુ સ્વામિનારાયણ ગુરુકુળના હરિપ્રસાદદાસજી સ્વામી, ઘનશ્યામબાપુ, કરશનગીરીબાપુ સમેત અનેક સંતો મહંતો રાજકીય સામાજિક મહાનુભાવો અધિકારી ગણ તેમજ સાવરકુંડલાની ઉત્સવપ્રિય જનતાએ લોકસાહિત્યકાર રાજભા ગઢવી, અપેક્ષા પંડ્યા, કિશન રાદડિયાનો સાવરકુંડલાની અસ્મિતા સમો કાર્યક્રમ મોડી રાત સુધી મનભરીને માણ્યો.
લોકસાહિત્યકાર રાજભા ગઢવીના કંઠે ગવાયેલાં હ્રદયસ્પર્શી ગીતોના સંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પણ નાવલીના ઓરિજિનલ ખમીરની ઓળખ સમાન ગીતોનો સાહજિક આનંદ વ્યકત કરવા સરળ, સાલસ મને ભારતીય સંસ્કૃતિની અસ્મિતા સમા ગરબે ઘૂમતાં જોવા મળેલ
એકંદરે નાવલી ઉત્સવનો આ અનોખો ઉત્સવ સાવરકુંડલાને સુવર્ણ કુંડલા તરફ ગતિ કરવાનો પ્રારંભિક સોપાન છે.. દેખો આગે આગે હોતા હૈ ક્યા? સમૂળગા સાવરકુંડલા શહેરની કાયાપલટ અનેક પડકારો અને સમસ્યાઓ વચ્ચે સંભવ થવાના ઉજળા સંજોગોનું પ્રથમ સ્ટેપ અર્થાત નાવલી ઉત્સવ. બીજા શબ્દોમાં લોકમાતા નવલગંગાના પુનઃ સ્ફુરણનું અનોખું અભિયાન..
આ પ્રસંગનું મૂલ્યાંકન કરતાં પ્રતિભાવમાં વિનુભાઈ રાવળ, રાજુભાઈ શીંગાળા, જગદીશભાઈ માધવાણી વગેરે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના આ અભિયાનમાં પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી તેમજ આ તકે નાવલી નદીમાં ગંદવાડ કે કચરો નહિ નાખવાની જાહેર જનતાને અપીલ કરી હતી.
Recent Comments