સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ ના મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ, સ્વસ્થવૃત કેમ્પ, આઈઇસી વિતરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં પાચનની તકલીફો , સાંધા ના દુખાવા, ચામડીની તકલીફ , બીપી અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું નિદાન કરી અને વિનામૂલ્યે આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરાંત કુંઢેલી પ્રાથમિક શાળાના બાળકોને દિનચર્યા, ઋતુચર્યા વિશે ડોક્ટર દ્વારા વિશેષ સમજણ આપવામાં આવેલ હતી. સદર કેમ્પમાં ડો. જયદીપભાઇ ડોડીયા, બીપીનભાઇ જોષી, ઝીણાભાઈ દવેરાએ હાજરી આપેલ હતી. કેમ્પના સમગ્ર આયોજન બાબત શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસ તથા જીતુભાઈ જોશી દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.
તળાજાના કુંઢેલી ગામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો કેમ્પમાં દર્દીઓને નિદાન કરી ને મફત દવાઓ આપવામાં આવી

Recent Comments