સાવરકુંડલા શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો 51 દર્દીઓએ લાભ લીધો.

સાવરકુંડલાનાં મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ને માનવ મંદીર ના પૂજ્ય ભકિતરામબાપુ અને શીવ હોસ્પિટલના શરદબાપું હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર પાર્થ ઠુમ્મર એમ.ડી. એ સેવા આપી દર્દીઓનું નિદાન, સારવાર કરી હતી આકેમ્પમાં હૃદયરોગ, પક્ષઘાત, તાવ, કમળો, મગજના રોગો, ડાયાબીટીસ, પેટના રોગો, ટી.બી., માથાનો દુઃખાવો, બ્લડપ્રેશર, પોઈઝન, ચામડીનાં રોગો વગેરે સર્વો રોગોથી પીડાતા દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી તેમજ વેન્ટીલેટર સુવિધા, ડીઝીટલ કાર્ડીયોગ્રામ, એક્સ-રે સુવિધા, પલ્સ ઓકસીમીટર, નેબ્યુલાઈઝર સુવિધા આપવામાં આવી હતી જેમાં સાવરકુંડલા શહેર અને તાલુકાના આસપાસના ગામોમાંથી 51 દર્દીઓએ શીવ હોસ્પિટલના વિનામૂલ્યે કેમ્પનો લાભ લીધો હતો આકેમ્પમાં જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અમિતગીરી ગોસ્વામી, કામિલભાઈ, એસ.ટી.કંડક્ટર મુકેશગીરી ગોસ્વામી, અતુલભાઈ જાની ફૌજી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments