સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદિર ખાતે પિડીયાટ્રીક ફિઝિયોથેરાપી નો બાળકો માટે નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ આગામી રવિવારે યોજાશે.

બાળક નો ધીમો વિકાસ, વિવિધ ખોડખાપણ, ચાલવામાં તકલીફો વગેરે ની સારવાર કરવામાં આવશે.સાવરકુંડલા રેલવે સ્ટેશન સામે ખાદી કાર્યાલય કેમ્પસ માં આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ નિઃશુલ્ક આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતે આગામી તારીખ 16/02 ને રવિવારે બાળકો માટે પિડીયાટ્રીક ફિઝિયોથેરાપી નો નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે આ કેમ્પમાં ડોક્ટર કૌશલ ભટ્ટ એમ.પી.ટી. પિડીયાટ્રીક યુ.એસ.એ. સેવા આપી બાળકો ને તપાસી નિદાન અને સારવાર કરશે.બાળકો માટે આ નિઃશુલ્ક કેમ્પમા બાળકનો ધીમો વિકાસ જેમ કે બાળક બેસતા કે ચાલતા ન શીખવું, બાળક પગની એડી ઉંચી રાખીને ચાલવું, ચાલતા સમયે પગ સરખા ન મુકવા, બાળકને પેન પકડવામાં લખવામાં કે ભણવાનું સમજવામાં તકલીફ પડવી, મણકાની તકલીફો સ્કોલિઓસિસ, કાયફોસિસ વગેરે બીમારીઓ, પડવા તથા અકસ્માતથી મગજની તથા કરોડરજુની ઈજાઓ, બાળક ચાલે ત્યારે ગોઠણ, ઘુંટણ પાછળ જાય, બાળક ચાલતું કે દોડતું વારંવાર પડી જાય, જીનેટીક રોગોને કારણે ધીમો વિકાસ થવો, મણકાની જન્મજાત ખોડખાપણ, લનીંગ ડીસએબીલીટી, ડાઉન્સ સીન્ડ્રોમ ધીમો વિકાસ, ઓટીઝમ, એ.ડી.એચ.ડી., સેરેબલ પાલ્સી વગેરે બાળકોની બીમારીઓ, તકલીફો ની સારવાર, નિદાન વિનામૂલ્યે કરવામાં આવશે આકેમ્પમાં સમગ્ર ગુજરાત માંથી બાળ દર્દીઓ લાભ લેશે.
સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદિર ખાતે પિડીયાટ્રીક ફિઝિયોથેરાપી નો બાળકો માટે નિઃશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ આગામી રવિવારે યોજાશે.
Recent Comments