ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણેશજીનું રંગે ચંગે ધામધૂમ પૂર્વક સામૈયું કરીને સ્થાપન કરવામાં
આવ્યું. ગણેશજીને પ્રિય લાડુંનો થાળ ધરાવી પુજા, અર્ચના અને આરતી કરી સૌ વિદ્યાર્થીઓ તથા
શિક્ષકોએ દર્શનનો લાભ લીધો સંસ્થાના સંચાલક દંપતિશ્રી દિપકભાઈ વઘાસિયા અને વિલાસબેન
વઘાસીયાએ ગણેશજીની આરતી અને પૂજન સાથે સંસ્થાના બધા વિદ્યાર્થીઓએ સ્વાગત કરેલ હતું. દર
વર્ષની પરંપરા મુજબ સંસ્થામાં ઈકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે.
સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના તેમજ ગણેશજીના મહાતમ્ય અંગે વક્તવ્યો આપવામાં
આવ્યા તેમજ દરેક વિદ્યાર્થી દ્વારા આરતી તેમજ ગણેશ વંદના કરવામાં આવી સંસ્થા દ્વારા દરરોજ
પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવન માં ગણેશ ઉત્સવનું આયોજનકરવામાં આવ્યું.

Recent Comments